ઘર નાનું હોય કે વિશાળ, ઘરમાં ભવ્યતા હોય કે સાદગી પરંતુ સહુને ગમે છે. મનની શાંતિ કે જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને ખૂણેખૂણો પોતાનો લાગે. જેને સજાવવામાં આત્મીયતા હોય, તેને નિખારવામાં પ્રેમ હોય અને જેને યાદ કરતાં જ ‘હાશ’ થાય તે રણઝણતો વિચાર એટલે આપણું પોતાનું “ઘર”. એ ઘર સાથે આપણા આત્માનો સંબંધ જોડાયેલો હોય છે.
ઘર એટલે માત્ર ઈંટ પત્થર કે સિમેન્ટ ને ભેગું કરીને બનાવેલ મકાન જ નહોય પરંતુ ત્યાં કેટલાય સારા નરસા પ્રસંગોની યાદગીરી સામેલ હોય છે. આપણે દુનિયાની સારામાં સારી જગ્યાએ હોય તો પણ આપણને ત્યાં વધારે ગમતુ નથી હોતું, તરત જ ઘર યાદ આવે છે. અને આવો અનુભવ બધાને જીંદગીમાં એકવાર તો થયો જ હશે.
માણસ ધંધા રોજગાર માટે સાહજિક જ ઘર થી દુર જાય પણ સાંજ પડે તેને ઘરે પધારવું જ પડે.પક્ષીઓ પણ સાંજે પરત ફરે છે તો પછી આ તો માણસ કહેવાય! ગમે એટલો થાકેલો માણસ ઘેર પધારે એટલે પગ મુક્તા જ શાંતિનો અનુભવ કરે છે,એને જ ઘર કહેવાય.
કોઈ કવિ એ કહ્યું છે કે “ધરતીનો છેડો ઘર“
તો આવો આ ઘરને વધુ સુંદર કઇ રીતે બનાવવું તે જાણીએ.
You are giving very useful tips and information. Thanks a lot for it. Keep it up..!
Thank You for your feedback. Yeah,I will keep it. And u also keep feedback me.
પરફેક્ટ માહિતી આપો છો !! 🙂 આગળ વધતા રહો….
અને ક્યારેક ગુજરાતીસંસાર ગ્રુપ પર પણ પધારો..
-મયુર ગોધાણી
સંચાલક ~ ગુજરાતીસંસાર
Thank You. Sure, I will visit and keep feedback me.
ખૂબ જ ઉપયોગી માહિતી આપો છો.
તમારો ખૂબ આભાર. બ્લોગની મુલાકાત કરતા રહેજો. તમારા સલાહ-સુચન આવકાર્ય છે.
વ્યવસાયે હું આર્કીટેક્ટ હતો એટલે રેતી, કપચી અને ઈંટ ના જ મકાનો બનાવેલાં પણ તમે જે ઘર નું વર્ણન કર્યું છે, તેવું જ ઘર હોવું જોઇએ.
તમારો ખુબ જ આભાર.. તમારા પ્રતિભાવથી ખુબ આનંદ થયો અને આ “ઘર” ને વધુ શણગારવા માટે ધગશ વધી..